Closed Ended Question Answer Dataset in Gujarati

This Q&A dataset consist of closed ended questions and answers in Gujarati language from wide range of domains. Along with that it includes the context text and detailed annotation for each question and answer.

Category

Prompt-Completion Closed Ended QA Dataset

Total volume

5000+ Assets

Last Updated

Sept 2023

Number of participants

50+ people

Get this AI Dataset

Get Dataset Btn

About This OTS Dataset

About Gradiet Line

What’s Included

The Gujarati Closed-Ended Question Answering Dataset is a meticulously curated collection of 5000 comprehensive Question-Answer pairs. It serves as a valuable resource for training Large Language Models (LLMs) and question-answering models in the Gujarati language, advancing the field of artificial intelligence.


Dataset Content:

This closed-ended QA dataset comprises a diverse set of context paragraphs and questions paired with corresponding answers in Gujarati. There is a context paragraph given for each question to get the answer from. The questions cover a broad range of topics, including science, history, technology, geography, literature, current affairs, and more.


Each question is accompanied by an answer, providing valuable information and insights to enhance the language model training process. Both the questions and answers were manually curated by native Gujarati people, and references were taken from diverse sources like books, news articles, websites, web forums, and other reliable references.


This question-answer prompt completion dataset contains different types of prompts, including instruction type, continuation type, and in-context learning (zero-shot, few-shot) type. The dataset also contains questions and answers with different types of rich text, including tables, code, JSON, etc., with proper markdown.


Question Diversity:

To ensure diversity, this Q&A dataset includes questions with varying complexity levels, ranging from easy to medium and hard. Different types of questions, such as multiple-choice, direct, and true/false, are included. The QA dataset also contains questions with constraints, which makes it even more useful for LLM training.


Answer Formats:

To accommodate varied learning experiences, the dataset incorporates different types of answer formats. These formats include single-word, short phrases, single sentences, and paragraphs types of answers. The answers contain text strings, numerical values, date and time formats as well. Such diversity strengthens the language model's ability to generate coherent and contextually appropriate answers.


Data Format and Annotation Details:

This fully labeled Gujarati Closed-Ended Question Answer Dataset is available in JSON and CSV formats. It includes annotation details such as a unique id, context paragraph, context reference link, question, question type, question complexity, question category, domain, prompt type, answer, answer type, and rich text presence.


Quality and Accuracy:

The dataset upholds the highest standards of quality and accuracy. Each question undergoes careful validation, and the corresponding answers are thoroughly verified. To prioritize inclusivity, the dataset incorporates questions and answers representing diverse perspectives and writing styles, ensuring it remains unbiased and avoids perpetuating discrimination.


The Gujarati versions is grammatically accurate without any spelling or grammatical errors. No toxic or harmful content is used while building this dataset.


Continuous Updates and Customization:

The entire dataset was prepared with the assistance of human curators from the FutureBeeAI crowd community. Continuous efforts are made to add more assets to this dataset, ensuring its growth and relevance. Additionally, FutureBeeAI offers the ability to collect custom question-answer data tailored to specific needs, providing flexibility and customization options.


License:

The dataset, created by FutureBeeAI, is now ready for commercial use. Researchers, data scientists, and developers can utilize this fully labeled and ready-to-deploy Gujarati Closed-Ended Question Answer Dataset to enhance the language understanding capabilities of their generative AI models, improve response generation, and explore new approaches to NLP question-answering tasks.


Use Cases

Question Answer Dataset for Language Model Training

Language Model Training

Q&A dataset for question answering model

Question Answering Systems

Question answer dataset for natural language understanding

Natural Language Understanding

Q&A dataset for chatbot and virtual assistant training

Chatbots and Virtual Assistants

Dataset Sample(s)

Sample Line

SAMPLE DATA

context

મ્યુચ્યુઅલ ફંડ એ સામૂહિક રીતે રોકાણ કરવા માટેની વ્યાવસાયિક યોજના છે. જેમાં રોકાણકાર પાસેથી નાણા લઇ શેર, બોન્ડ્સ અને ટૂંકાગાળાના નાણા બજારના (money market) સાધનો અથવા અન્ય જામીનગીરી (securities)માં તેનું રોકાણ (invests) કરવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજર (fund manager) હોય છે જે લોકો પાસેથી એકત્ર કરેલા નાણાનું નિયમિત રીતે રોકાણ (trades) કરે છે. વર્તમાન સમયે, વિશ્વભરમાં મ્યુચ્યુઅલ ફંડની કુલ કિંમત 26 ટ્રિલીયન ડોલર કરતાં પણ વધુ છે.

શેરમાં રોકાણ કરવું એના કરતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે.દા.ત., ટ્રાન્ઝેક્શન ફી બધા જ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો વચ્ચે વહેંચાઈ જાય છે જેથી તેનો લાભ દરેક રોકાણકારને મળે છે. ત્રીજા પક્ષ(વ્યવસાયિક ફંડ મેનેજર)ની મદદ લઈને પણ રોકાણકાર ફાયદો મેળવી શકે છે. આ દ્વારા રોકાણકાર ત્રીજા પક્ષની કાબેલિયત, સમય અને સંશોધનનો લાભ લઈને રોકાણ કરે છે. જો કે આવા વ્યવસાયિક ફંડ મેનેજરોને લઈને વિવાદ પણ છે કે તેઓ ઈન્ડેક્ષ ફંડ કે પબ્લીક ઈન્ડેક્ષના શેરોની નકલ કરીને રોકાણ કરે છે. ઈન્ડેક્ષ સક્રિય રીતે મેનેજ થતા હોય કે નિષ્ક્રિય રીતે મ્યુચ્યુઅલ ફંડો જોખમથી મુક્ત તો નથી.શેરમાં

context

ભારતમાં નાણાકીય નિયમનનો ઈતિહાસ 19મી સદીની શરૂઆતમાં શોધી શકાય છે જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1806માં બેંક ઓફ બંગાળની સ્થાપના કરી હતી. સમય જતાં, અન્ય બેંકોની સ્થાપના કરવામાં આવી, જેમાં 1840માં બેંક ઓફ બોમ્બે અને 1843માં બેંક ઓફ મદ્રાસનો સમાવેશ થાય છે, જે સામૂહિક રીતે પ્રેસિડેન્સી બેંકો તરીકે ઓળખાય છે.

1921માં, ત્રણ પ્રેસિડેન્સી બેંકોનું વિલીનીકરણ કરીને ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયાની રચના કરવામાં આવી, જેનું પછીથી રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને 1955માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરીકે નામ આપવામાં આવ્યું ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના 1935 માં દેશની કેન્દ્રીય બેંક તરીકે કરવામાં આવી હતી, જેનો હેતુ દેશની ચલણ અને ધિરાણ પ્રણાલીને નિયંત્રિત કરવા અને તેના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.

1947 માં ભારતને આઝાદી મળ્યા પછી, સરકારે નાણાકીય ક્ષેત્રના નિયમન માટે ઘણા પગલાં લીધાં. 1949 માં, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ પસાર કરવામાં આવ્યો, જેણે ભારતીય રિઝર્વ બેંકને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની કામગીરી પર વધુ નિયંત્રણ આપ્યું. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ની સ્થાપના 1988 માં સિક્યોરિટી બજારોનું નિયમન કરવા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે કરવામાં આવી હતી.

1990 ના દાયકામાં, ભારતે આર્થિક ઉદારીકરણ અને સુધારાનો કાર્યક્રમ શરૂ કર્યો, જેમાં નાણાકીય ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફારોનો સમાવેશ થાય છે. નાણાકીય ક્ષેત્રની સ્થિતિની તપાસ કરવા અને તેના સુધારા માટે ભલામણો કરવા માટે 1991માં નરસિંહમ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. સમિતિની ભલામણોના આધારે, નાણાકીય ક્ષેત્રને ઉદાર બનાવવા અને સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા હતા.

1993 માં, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એક્ટ પસાર કરવામાં આવ્યો હતો, જેણે સેબીને સિક્યોરિટીઝ બજારોનું નિયમન કરવાની વૈધાનિક સત્તાઓ આપી હતી. 1997 માં, વીમા ક્ષેત્રના નિયમન માટે વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDA) ની સ્થાપના કરવામાં આવી હતી. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) ની સ્થાપના 2003 માં પેન્શન ક્ષેત્રના નિયમન માટે કરવામાં આવી હતી.

question

આપણી માહિતી પરથી એક કોષ્ઠક બનાવો જેને ત્રણ ભાગમાં વહેંચો. પ્રથમ ભાગમાં નાણાકીય નિયમનના ઇતિહાસ પરથી ચોક્કસ વર્ષ દર્શાવો. બીજા ભાગમાં તે વર્ષમાં શું બનાવ બન્યો અથવા કયો સુધારો થયો તે જણાવો. ત્રીજા ભાગમાં તે સુધારો શા માટે કરવામાં આવ્યો અથવા તે સુધારા થકી ક્યાં પગલાં લેવામાં આવ્યા તે જણાવો. જો કોઈ ચોક્કસ વર્ષ માટે કોઈ વિગત ના આપેલી હોય તો ‘-’ મૂકી શકાય.

answer

|વર્ષ |બનાવ/ સુધારો |કારણ/ પગલાં |

|-------------|-------------|-------------|

|1806 |બેંક ઓફ બંગાળની સ્થાપના |- |

|1840 |બેંક ઓફ બોમ્બેની સ્થાપના |- |

|1843 |બેંક ઓફ મદ્રાસની સ્થાપના |- |

|1921 |ત્રણ પ્રેસિડેન્સી બેંકોનું વિલીનીકરણ કરીને ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયાની રચના |- |

|1955 |રાષ્ટ્રીયકરણ થકી ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયાને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નામ આપવામાં આવ્યું.|- |

|1949 |બેંકિંગ રેગ્યુલેશન એક્ટ પસાર કરવામાં આવ્યો |ભારતીય રિઝર્વ બેંકને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની કામગીરી પર વધુ નિયંત્રણ આપવાના હેતુથી|

|1988 |સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ની સ્થાપના |સિક્યોરિટી બજારોનું નિયમન કરવા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે |

|1990 ના દાયકો|આર્થિક ઉદારીકરણ અને સુધારાનો કાર્યક્રમ |નાણાકીય ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફારોનો સમાવેશ |

|1993 |સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એક્ટ |સેબીને સિક્યોરિટીઝ બજારોનું નિયમન કરવાની વૈધાનિક સત્તાઓ અપાઈ |

|1997 |વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDA) ની સ્થાપના |વીમા ક્ષેત્રના નિયમન માટે |

|2003 |પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) ની સ્થાપના |પેન્શન ક્ષેત્રના નિયમન માટે |

context

મેન્ગા એ જાપાનીઝ 'કોમિક્સ' કે ગ્રાફિક નોવેલનો એક પ્રકાર છે, જેમા કાર્ટૂન સ્વરુપે સાહસકથાઓ, એક્શન, રમુજ, રહ્સ્યકથાઓ, નાટક, વૈજ્ઞાનિક કથાઓ અને કાલ્પનિક કથાઓનું આલેખન કરવામાં આવે છે. મેન્ગા જાપાનીઝ સંસ્કૃતિનું એક અતિ મહત્વનું પાસું છે. એક અંદાઝ મુજબ જાપાનના કુલ પુસ્તક વેચાણમાં મેન્ગાનું પ્રમાણ ૨૭% જેટલુ છે.

આપેલી માહિતી અનુસાર જાપાનના કુલ પુસ્તક વેચાણમાં મેન્ગાનો ફાળો કેટલો છે?

જવાબ: ૨૭%

####

જાપાનીઝ ઇતિહાસમાં મેન્ગાનો ઉલ્લેખ ૧૨મી સદીથી જોવા મળે છે પર્ંતુ એડો સામ્રજ્ય (૧૬૦૩-૧૮૬૭)ના સમયગાળા દરમ્યાન તેનો પ્રસાર થયો હતો. વીસમી સદીની શરુઆતમાં ઓસામુ તેઝુકાની કથાઓએ તેને વધારે પ્રસિદ્ધિ અપાવી હતી, તેથી તેને મેન્ગાનો સ્થાપક ગણવામાં આવે છે. જાપાનીઝ મેઇઝી સામ્રાજ્ય દરમ્યાન મેન્ગાનો વિશ્વભરમાં પ્રચાર થયો હતો. ઇ.સ. ૧૯૫૦ના દાયકાથી મહિલા લેખકોએ પણ મેન્ગાની કથાઓ રચવાની શરુઆત કરી હતી. સામન્ય રીતે કિશોરો અને યુવાનોને લગતા વિષયોને લગતા મેન્ગાને શોનેન મેન્ગા કહે છે જ્યારે યુવતીઓને લખાતા મેન્ગાને સોજો મેન્ગા કહે છે. કોડોમા મેન્ગા બાળકોના વિષયોને આવરે છે અને શિનેન મેન્ગા પુખ્તવયના વાચકોને લગતા હોય છે.

question

જેમ કિશોરો અને યુવાનોને લગતા વિષયોને લગતા મેન્ગાને શોનેન મેન્ગા તરીકે ઓળખવામાં આવે છે એમ યુવતીઓને લગતી મેન્ગાને શું કહેવાય છે?

જવાબ: ?

answer

જવાબ: સોજો મેન્ગા

context

સૂર્યમંડળ માં સૂર્ય તેમજ ગુરૂત્વાકર્ષણના નિયમને આધિન કેટલાક અવકાશી પદાર્થોનો સમાવેશ થાય છે. આ તમામ પદાર્થોનો ઉદ્ભવ અંદાજે 4.6 અબજ વર્ષો પહેલાં સૂક્ષ્મ કણોથી બનેલાં મોટાં વાદળોનાં તૂટી પડવાને કારણે થયો છે. આ તમામ અવકાશી પદાર્થોનો સમૂહ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આ સૂર્યમંડળ પરિવારના લગભગ 8 જેટલા ગ્રહોની પરિભ્રમણ કક્ષા ગોળાકાર હોય છે. આ પ્રકારના ગ્રહોની સપાટી સમતળ હોય છે, જેને કાન્તિવૃત્ત કહેવામાં આવે છે. અંદરની બાજુના ચાર નાના ગ્રહોઃ બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળને પાર્થિવ ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રહો ખડકો અને ધાતુઓના બનેલા હોય છે અને સપાટીની દ્રષ્ટિએ ઠોસ હોય છે. બહારની બાજુના ચાર ગ્રહોઃ આ ગ્રહોમાં ગુરૂ,શનિ, યુરેનસ અને નેપ્ચ્યુનનો સમાવેશ થાય છે. આ ગ્રહોને ગેસના ગોળાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રહો મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલીયમ વાયુના બનેલા હોય છે તેમજ તેઓ પાર્થિવ ગ્રહો કરતા વિશાળ કદના હોય છે.

સૂર્યમંડળને નાના અવકાશી પદાર્થોથી બનેલા બે અન્ય પ્રાંતોનું પણ ઘર માનવામાં આવે છે. મંગળ અને ગુરૂ ગ્રહની વચ્ચે તારાઓના સમૂહનો એક પટ્ટો પથરાયેલો હોય છે જેમાં રહેલા અવકાશી પદાર્થો પાર્થિવ ગ્રહો જેવા જ હોય છે. આ ગ્રહો પણ ધાતુ તેમજ ખડકોના બનેલા હોય છે. નેપ્ચ્યુનની ભ્રમણકક્ષાથી આગળ ટ્રાન્સ નેપ્ચ્યુનિયન અવકાશી પદાર્થોનો સમૂહ આવેલો છે. આ તમામ પદાર્થો મુખ્યત્વે ઠંડા પદાર્થો જેવા કે પાણી, બરફ, એમોનિયા અને મિથેન જેવા પદાર્થોના બનેલા છે. આ પ્રદેશોમાં પાંચ સ્વતંત્ર અવકાશી પદાર્થો જેવા કે સેરેસ, પ્લુટો, હાઉમિયા, મેકેમેક અને એરિસ આવેલા છે. આ પદાર્થોનું ઘનત્વ ખૂબ જ વધારે હોય છે તેમજ તેમનું ગુરૂત્વાકષર્ણ બળ પણ વધારે હોય છે. એટલે જ તેમને વામન કદના વિશાળ તારાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બે પ્રદેશોમાં હજારોની સંખ્યામાં નાના અવકાશી તત્વો ઉપરાંત નાના અવકાશી પદાર્થોની વસતી પણ રહેલી છે. જેમાં કોમેટ્સ, સેન્ટાર્સ અને અંતિરક્ષની રજકણોનો સમાવેશ થાય છે. આ પદાર્થો બંને પ્રદેશોની વચ્ચે મુક્તપણે અવર-જવર કરતાં હોય છે.

સૂર્ય પવનોમાં આયન અને વીજાણુઓની સરખી સંખ્યા ધરાવતો વાયુ ધરાવે છે. આ વાયુ તારાઓની વચ્ચેના રહેલા માધ્યમમાં એક પરપોટાનું નિર્માણ કરે છે જેને હિલિઓસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. જેનું વિસ્તરણ સમતળ સપાટી સુધી થાય છે. પૂર્વપક્ષાત્મક ઊર્ટ વાદળ લાંબાગાળાના ધૂમકેતુના સ્રોત તરીકેની ભૂમિકા ભજવે છે. આ વાદળ હિલોસ્ફિયર કરતાં હજારો ગણું દૂર હોઇ શકે છે. છ ગ્રહો અને ત્રણ દ્વાર્ફ ગ્રહોની ફરતે કુદરતી ઉપગ્રહો પરિભ્રમણ કરતા હોય છે. સામાન્યતઃ તેમને ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ચંદ્ર બાદ તમામ ચાર બહારના ગ્રહો અવકાશી રજકણ અને અન્ય પદાર્થોથી બનેલી રિંગથી ઢંકાયેલા હોય છે.

question

ઉપર સૂર્યમંડળ વિશે વિસ્તૃત માહિતી આપેલ છે. આ માહિતી પરથી એક JSON ફાઈલનું નિર્માણ કરો જેમાં પ્રથમ ચાર ગ્રહો અને ત્યારબાદ ના ચાર ગ્રહો વિશે નીચે માંગેલી માહિતી પ્રદાન કરો.

1. ગ્રહોના નામ

2. શેના બનેલા છે

3. ક્યાં નામથી ઓળખાય છે

answer

{

“સૂર્યમંડળ”: {

“પ્રથમ ચાર ગ્રહો: {

“ગ્રહોના નામ”: “બુધ-શુક્ર-પૃથ્વી-મંગળ”,

“શેના બનેલા છે”: “ખડકો અને ધાતુઓ”,

“ક્યાં નામથી ઓળખાય છે”: “પાર્થિવ ગ્રહો”

},

“ત્યારબાદના ચાર ગ્રહો”: {

“ગ્રહોના નામ”: “ગુરૂ-શનિ-યુરેનસ-નેપ્ચ્યુન”,

“શેના બનેલા છે”: “હાઇડ્રોજન અને હિલીયમ વાયુ”,

“ક્યાં નામથી ઓળખાય છે”: “ગેસના ગોળા”

}

}

}

context

સેવ ખમણી કે અમીરી ખમણી એક ગુજરાતી વાનગી છે. સેવ ખમણી મૂળ તો વધેલી વાનગીમાંથી બનતી નવી વાનગી છે. પરંતુ, તેના ચટાકેદાર સ્વાદને કારણે તે મોટાભાગે મુખ્ય વાનગી તરીકે બનાવાય છે. ભલે તેના નામમાં ખમણ શબ્દ આવતો હોય, પરંતુ દેખાવમાં કે સ્વાદમાં તે ખમણ જેવી નથી લાગતી. ખમણ ચોસલા પાડેલા હોય છે જ્યારે આ ભૂકો હોય છે, ખમણી ગળચટ્ટી હોય છે.

પ્રશ્ન: સેવ ખમણીને બીજા ક્યાં નામથી ઓળખાય છે?

જવાબ: સેવ ખમણીને અમીરી ખમણી તરીકે પણ ઓળખાય છે.

####

ખમણ ચણાના લોટમાંથી બનતી એક વાનગી છે. ચણાના ઝીણા દળેલા લોટમાં છાશ મેળવીને થોડી વાર પલાળી, થાળીમાં પાથરી વરાળથી બાફવાથી પોચા ખમણ તૈયાર થાય છે. ત્યાર પછી તેના પર તલ, લીલા મરચા, ટોપરાની છીણનો વઘાર કરવામા આવે છે. આ રીતે ચણાના લોટમાંથી બનાવેલા ખમણને 'નાયલોન ખમણ' કહેવામાં આવે છે.

આ ઉપરાંત ખમણનો એક અન્ય પ્રકાર 'વાટી દાળના ખમણ' છે જે અમદાવાદમાં દાસના ખમણ તરિકે પ્રખ્યાત છે. આને માટે ચણાની દાળને ઓછામાં ઓછા ૩-૪ કલાક પલાળીને વાટી લેવામાં આવે છે. આમ વાટીને તૈયાર થયેલા ખીરામાંથી વરાળ ઉપર બાફીને તૈયાર કરવામાં આવે છે.

બંને પ્રકારના ખમણને ચણાના લોટમાંથી બનાવેલી જાડી કઢી (ખીચડી સાથે ખવાતી કઢી નહી) સાથે ખાવામાં આવે છે. ક્યારેક ખમણની ઉપર ઝીણી સેવ ભભરાવીને તેની ઉપર કઢી નાંખીને પણ ખવાય છે, આને સેવ-ખમણ કહેવામાં આવે છે.

question

પ્રશ્ન: ‘વાટી દાળના ખમણ’ નામ પાછળનું કારણ શું?

જવાબ:?

answer

જવાબ: વાટી દાળના ખમણ બનાવવા માટે ચણાની દાળને ઓછામાં ઓછા ૩-૪ કલાક પલાળીને વાટી લેવામાં આવે છે. આ વાટીને તૈયાર થયેલા ખીરાને વરાળ ઉપર બાફીને તૈયાર કરવામાં આવતા હોવાથી તેને વાટી દાળના ખમણ તરીકે ઓળખવામાં આવે છે.

context

કાંચનાર એ એક સુંદર પુષ્પો ધરાવતું વૃક્ષ છે. ભારતીય ઉપખંડમાં પ્રખ્યાત એવી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સામાં આ વૃક્ષના ઉપાંગોનો ઉપયોગ કરવામાં આવેલો છે. ગુજરાતમાં પતરાળા પણ આજકાલ આ વૃક્ષનાં પાનમાંથી બને છે, જે પહેલા ખાખરાનાં પાનમાંથી બનતા હતાં.

રાજસ્થાનમાં આવેલા ગિરિમથક આબુ ઉપર તેનાં ઘણાં વૃક્ષો જોવા મળે છે, જેને જાત જાતનાં રંગીન ફુલો આવે છે તથા તેની શીંગ એકાદ ફુટ લાંબી અને ચપટી હોય છે. તેનાં ફુલની કળીઓનું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતમાં ખાસ કરીને હરદ્વાર તરફ આ શાક ખાસ ખવાય છે. કાંચનાર તુરું, શીતળ, કફ અને પીત્તનાશક છે. એની છાલનું ચુર્ણ અડધીથી એક ચમચી દિવસમાં બે વાર પાણી સાથે લેવાથી શરીરમાં ચરબીની ગાંઠો ઓગળે છે. કાંચનારની ગુગળ સાથે બનાવેલી ઔષધબનાવટને કાંચનાર ગુગળ કહે છે. એની બબ્બે ગોળી દિવસમાં બે વાર ભુકો કરી લેવાથી ચરબીની ગાંઠો, કંઠમાળ, આમળ નીકળવી, મળમાર્ગના ચીરા, હરસ, ભગંદર, ન રુઝાતાં ચાંદાં, ગડગુમડ વગેરે મટે છે.

question

કાંચનારના આયુર્વેદિક લાભો વિશે જણાવો અને તેની યાદી બનાવો. ધ્યાન રાખો કે જવાબમાં માત્ર તેજ વિગતોનો સમાવેશ કરો જે આપેલ લખાણમાં ઉપલબ્ધ છે.

જવાબની શરૂઆત આ વાક્યથી કરો. “કાંચનારના આયુર્વેદિક લાભ નીચે મુજબ છે.”

answer

કાંચનારના આયુર્વેદિક લાભ નીચે મુજબ છે.

1. કાંચનાર કફ અને પિત્તનાશક છે.

2. કાંચનારની છાલનું ચૂર્ણ અડધીથી એક ચમચી દિવસમાં બે વાર પાણી સાથે લેવાથી શરીરમાં ચરબીની ગાંઠો ઓગળે છે.

3. કાંચનારની ગુગળ સાથે બનાવેલી ઔષધ બનાવટની બબ્બે ગોળી દિવસમાં બે વાર ભુકો કરી લેવાથી ચરબીની ગાંઠો, કંઠમાળ, આમળ નીકળવી, મળમાર્ગના ચીરા, હરસ, ભગંદર, ન રુઝાતાં ચાંદાં, ગડગુમડ વગેરે મટે છે.

context

ફ્લાઇંગ રાની (૧૨૯૨૧/૧૨૯૨૨) ભારતીય રેલ્વેની એક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન છે જે મુંબઈ સેન્ટ્રલ (BC) અને સુરત (ST) વચ્ચે ચાલે છે. તે દૈનિક સેવા છે. તે સુરતથી મુંબઇ સેન્ટ્રલ ટ્રેન નંબર ૧૨૯૨૨ અને ટ્રેન નંબર ૧૨૯૨૧ તરીકે વિરુદ્ધ દિશામાં ચાલે છે

પ્રશ્ન: ફ્લાઇંગ રાની શું છે અને તેની સેવા ક્યાં બે સ્થળો વચ્ચે ચાલે છે?

જવાબ: ફ્લાઇંગ રાની ભારતીય રેલ્વેની એક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન છે અને તે મુંબઈ સેન્ટ્રલ (BC) અને સુરત (ST) વચ્ચે ચાલે છે.

####

ફ્લાઇંગ રાની સૌ પ્રથમ ૧૯૦૬ માં અઠવાડિક ટ્રેન તરીકે શરૂ કરવામાં આવી હતી. આ સેવા ૧૯૦૬થી ૧૯૩૯ સુધી ચાલી. ત્યાર બાદ બીજા વિશ્વયુદ્ધને કારણે તેને બંધ કરવામાં આવી અને ત્યાર બાદ ઘણી વાર ચાલુ અને બંધ કરવામાં આવી. આખરે ૧ નવેમ્બર ૧૯૫૦ ના દિવસે તેણે ફરી કામગીરી શરૂ કરી અને ત્યારથી તે ચાલી રહી છે. ૧૮ ડિસેમ્બર ૧૯૭૯ ના દિવસે ફ્લાઇંગ રાનીના રેકમાં ડબલ ડેકર કાર ઉમેરવામાં આવી હતી. હાલમાં તે દૈનિક સેવા છે.

પ્રશ્ન: ફ્લાઇંગ રાની ટ્રેનને પ્રથમ વિશ્વયુદ્ધને કારણે બંધ કરવામાં આવી હતી! સાચું?

જવાબ: ના! ફ્લાઇંગ રાની ટ્રેનને પ્રથમ નહિ બીજા વિશ્વયુદ્ધને કારણે બંધ કરવામાં આવી હતી!

####

આ ટ્રેન ૪ કલાક ૪૦ મિનિટમાં ૨૬૩ કિલોમીટરનું અંતર ક્રમાંક ૧૨૯૨૨ હેઠળ ૪ કલાક ૪૦ મિનિટમાં (૫૬.૩૫ કિમી/કલાક) અને ક્રમાંક ૧૨૯૨૧ હેઠળ ૪ કલાક ૪૦ મિનિટ (55.37 કિમી/કલાક)માં પૂર્ણ કરે છે. આ ટ્રેન સામાન્ય રીતે ડ્યુઅલ ટ્રેક્શન ડબલ્યુસીએએમ-1 લોકોમોટિવનો ઉપયોગ કરે છે. પશ્ચિમ રેલ્વેએ ૫ ફેબ્રુઆરી ૨૦૧૨ ના દિવસે ડીસી ઇલેક્ટ્રિક થી એસીમાં રૂપાંતરણ પૂર્ણ કર્યું. તેથી હવે તે વડોદરા સ્થિત ડબ્લ્યુએપી-7 અથવા ડબ્લ્યુએપી-5 અથવા ડબ્લ્યુએપી-4 એ લોકોમોટિવ દ્વારા નિયમિત રીતે ચલાવવામાં આવે છે.

૧૨૯૨૨ ફ્લાઇંગ રાની સુરતથી દરરોજ સવારે ૦૫:૨૫ વાગ્યે ઊપડી ને તે જ દિવસે સવારે ૧૦:૧૦ વાગ્યે મુંબઇ સેન્ટ્રલ પહોંચે છે. ૧૨૯૨૧ ફ્લાઇંગ રાણી દરરોજ સાંજે ૫:૫૫ વાગ્યે મુંબઇ સેન્ટ્રલથી ઊપડે છે અને તે જ દિવસે રાત્રે ૧૦:૩૫ વાગ્યે સુરત પહોંચે છે.

question

પ્રશ્ન: હું હાલમાં સુરત સ્થિત છું અને મારે મુંબઈ જવા માટે ફ્લાઇંગ રાની ટ્રેનમાં જવું છે મને આ ટ્રેન સુરતથી કેટલા વાગ્યે સવારે મળશે? માત્ર સમય જણાવો બીજું કઈ નહિ.

જવાબ:?

answer

૦૫:૨૫

context

રાજીવ હરીઓમ ભાટિયા એટલે કે અક્ષય કુમાર એક ભારતીય ફિલ્મ અભિનેતા છે. તેમણે ૧૨૦થી વધારે હિંદી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ૧૯૯૦ના દાયકા દરમિયાન અક્ષય કુમારને બોલિવુડના એક્શન હિરો તરીકે વર્ણવવામાં આવ્યા હતા, જેમણે ખિલાડી (૧૯૯૨), મોહરા (૧૯૯૪) અને સબસે બડા ખિલાડી (૧૯૯૫) જેવી સફળ એક્શન ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમની ખિલાડી શ્રેણી થી તેઓ જાણીતા હતા. જોકે યે દિલ્લગી (૧૯૯૪) અને ધડકન (૨૦૦૦) જેવી રોમેન્ટિક અને એક રિશ્તા (૨૦૦૧) જેવી નાટકીય ફિલ્મોમાં કરેલા અભિનય માટે પણ તેઓ જાણીતા બન્યા હતા.

૨૦૦૧ની અજનબી ફિલ્મમાં શ્રેષ્ઠ ખલનાયકના અભિનય બદલ ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. પોતાની હઠીલી છાપમાં ફેરફાર કરવા મથતા કુમારે પાછળથી મોટે ભાગે હાસ્યપ્રધાન ફિલ્મોમાં જ પોતાનું નસીબ અજમાવ્યું હતું. હેરા ફેરી (૨૦૦૦), મુઝસે શાદી કરોગી (૨૦૦૪), ગરમ મસાલા (૨૦૦૫) અને જાનેમન (૨૦૦૬) જેવી ફિલ્મોમાં તેમણે ભજવેલી હાસ્યપ્રધાન ભૂમિકાથી વિવેચકોમાં પ્રશંસા પ્રાપ્ત કરી હતી. ૨૦૦૭માં તેમની સફળતામાં વધારો થયો હતો, જ્યારે તેમણે સતત ચાર વ્યાપારી રીતે સફળ થયેલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આમ થવાથી, તેમણે પોતાની જાતને હિંદી ફિલ્મ ઉદ્યોગના આગળ પડતા અભિનેતા તરીકે પ્રસ્થાપિત કરી હતી. 2008માં, કેનેડાના ઓન્ટારિયા ખાતેની યુનિવર્સિટી ઓફ વિન્ડસરે ભારતીય સિનેમામાં પ્રદાન બદલ ઓનરરી ડોક્ટરેટ ઓફ લોની પદવી એનાયત કરી. 2009માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રઃ અભિનેતા અક્ષય કુમારનું સાચું નામ શું છે? તે ઉપરાંત આપેલા લખાણમાં તેમની કઈ કઈ ફિલ્મોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે યાદી બનાવો.

જઃ અભિનેતા અક્ષય કુમારનું સાચું નામ રાજીવ હરીઓમ ભાટિયા છે.

અક્ષય કુમારની ફિલ્મોની યાદી:

1. ખિલાડી

2. મોહરા

3. સબસે બડા ખિલાડી

4. દિલ્લગી

5. ધડકન

6. એક રિશ્તા

7. હેરા ફેરી

8. મુઝસે શાદી કરોગી

9. ગરમ મસાલા

10. જાનેમન

####

અક્ષય કુમારનો જન્મ પંજાબના અમૃતસરમાં એક પંજાબી કુટુંબમાં થયો હતો. તેમના પિતા સરકારી કર્મચારી હતા. ખૂબ યુવાન ઉંમરથી, તેઓ અભિનયકર્તા, વિશેષરૂપે ડાન્સર તરીકે પ્રસિદ્ધી પામ્યા હતા. કુમાર મુંબઇ આવ્યા તે પહેલા દિલ્હીમાં ચાંદની ચોક નજીક ઉછેર પામ્યા હતા. મુંબઇમાં, તેઓ કોલિવાડા વિસ્તારમાં રહેતા હતા, જે પંજાબીઓનું વર્ચસ્વ ધરાવતો વધુ એક વિસ્તાર હતો. તેમણે ડોન બોસ્કો સ્કુલમાં અને ત્યાર બાદ ખાલસા કોલેજમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે રમતગમતમાં રસ લીધો હતો.

તેમણે બેંગકોકમાં માર્શલ આર્ટસનો અભ્યાસ કર્યો હતો અને રસોઇયા તરીકે કાર્ય કર્યું હતું. ત્યાર બાદ તેઓ ફરી મુંબઇ આવ્યા હતા, જ્યાં તેમણે માર્શલ આર્ટ શીખવવાનો પ્રારંભ કર્યો હતો. તેમનો એક વિદ્યાર્થી ફોટોગ્રાફર હતો અને તેમને મોડલિંગ કરવાની ભલામણ કરી હતી. વિદ્યાર્થીએ તેમને એક નાની કંપનીનું મોડલિંગ કામ અપાવ્યું હતું. તેમને અગાઉ દર મહિને વેતન તરીકે રૂ. 4,000 મળતા હતા તેને બદલે કેમેરા સામે બે કલાક સુધી પોઝ આપવાના તેમને રૂ. 5,000 મળ્યા. તેમણે મોડલ બનવાનું નક્કી કર્યું તે પાછળ આ મુખ્ય કારણ હતું. મોડલિંગના બે ત્રણ મહિનાઓ બાદ, કુમારને અંતે નિર્માતા પ્રમોદ ચર્કવર્તી દ્વારા તેમની ફિલ્મ દીદાર માટે અગ્રણી ભૂમિકા ઓફર કરવામાં આવી હતી.

question

પ્રઃ આપેલ માહિતી અનુસાર અક્ષય કુમાર પોતાની પ્રથમ ફિલ્મ પહેલા કેટલી જગ્યાઓ ભ્રમણ કરી ચુક્યા હતા અથવા તો કેટલી જગ્યાઓ પર પોતાના જીવનનોઅમુક સમય વ્યતીત કરી ચુક્યા હતા?

જઃ ?

answer

જઃ પોતાની પ્રથમ ફિલ્મ દીદાર પહેલા અક્ષય કુમાર પંજાબના અમૃતસર, દિલ્લીના ચાંદની ચોક, મુંબઈના કોળીવાડા, બેંગકોક વગેરે જેવા સ્થળોએ પોતાના જીવનનો અમુક સમય વ્યતીત કરી ચુક્યા હતા. આ જવાબ આપેલ માહિતી પરથી બનાવેલ છે.

context

હિલની જિંદગીનો મહત્વનો વળાંક ૧૯૦૮ માં સ્કોટ્ટીશ-અમેરિકન ઉદ્યોગપતિ , મોટા દાનેશ્વરી અને તે સમયે સૌથી પ્રભાવશાળીઓમાંના એક એવા એન્ડ્રુ કાર્નેગીના ઇન્ટર્વ્યૂ સમયે આવ્યો. તેમને જાણવા મળ્યું કે કાર્નેગીની માન્યતા મુજબ સફળતા પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને એક સરળ સૂત્રમાં રજૂ કરી શકાય કે જેને સૌ કોઇ સમજી શકે અને પ્રાપ્ત કરી શકે. યુવાન હિલના ઉત્સાહથી પ્રભાવિત થઈને કાર્નેગીએ તેને સફળતા સબંધી રહસ્યોને ૫૦૦ જેટલા સફળ અને ધનવાન વ્યક્તિઓના ઇન્ટર્વ્યૂ અને અભ્યાસ દ્વારા એકઠા કરવાનું અને તેને સૂત્ર સ્વરૂપે પ્રકાશિત કરવાનું કામ સોંપ્યું. આ સંશોધનનાં ભાગરૂપે હિલે તે સમયનાં અમેરિકાનાં સૌથી સફળ વ્યક્તિઓના ઇન્ટર્વ્યૂ લીધાનો તેમનાં લેખનોમાં દાવો કરેલ છે. ૧૯૨૮માં હિલે બહુ-વિભાગીય લેખનકાર્ય ધી લો ઓવ સક્સેસ (સફળતાનો નિયમ) સાથે લેખનની કારકિર્દીની શરૂઆત કરી. ધી લો ઓવ સક્સેસમાં તેમણે એવા ૪૫ લોકો કે જેમનો તેમણે પાછલા ૨૦ વર્ષોથી અભ્યાસ કરેલો તેમનો ઉલ્લેખ કરેલો છે અને આ લેખનકાર્ય એન્ડ્રુ કાર્નેગી, હેનરી ફોર્ડ અને થોમસ આલ્વા એડિસનનાં સહયોગી એડવિન બાર્ન્સની ઉપર કેન્દ્રિત છે. એન્ડ્રુ કાર્નેગીએ હિલની ઓળખાણ હેનરી ફોર્ડ સાથે કરાવી, જેમણે તેઓની ઓળખાણ એલેકઝાન્ડર ગ્રેહામ બેલ, એલ્મર ગેટ્સ, થોમસ એડિસન અને લ્યૂથર બર્બેંક જેવા માંધાતાઓ સાથે કરાવી આપી. હિલે બે અમેરિકન પ્રેસિડેન્ટ વૂડરો વિલ્સન અને ફ્રેન્ક્લિન રૂઝવેલ્ટના સલાહકાર તરીકે પણ ફરજ બજાવી હતી.

હિલ તેમના સફળતાના પાઠોને 'સફળતાની ફિલોસોફી' તરીકે ઓળખતા હતા અને તેમના મતે તેમાં આઝાદી, લોકશાહી, કેપિટાલિઝમ અને એકતાનો મહત્વનો ફાળો હતો. તેમના મતે નકારાત્મક ભાવનાઓ જેવી કે ડર, સ્વાર્થ વગેરે લોકોની નિષ્ફળતા માટે જવાબદાર હતા.

હિલની સૌથી સફળ બુક થિંક એન્ડ ગ્રો રિચ ૧૯૩૭ ના ગ્રેટ ડિપ્રેશન સમયે પ્રકાશિત થઈ હતી જેમાં લેખકે પૈસા બનાવવાનાં રહસ્યો પર ભાર મૂકેલો છે અને દરેક અધ્યાયમાં એક મહત્વનાં ગુણની મહાન વ્યક્તિઓની સફળતાનાં સંદર્ભે ચર્ચા કરી છે. આ ગુણોમાં સફળતા મેળવવાની તીવ્ર ઇચ્છા, શ્રદ્ધા, નિર્ણયક્ષમતા અને દ્રઢતા પર ભાર મૂક્યો છે. આ પુસ્તકમાંથી લેખકે સફળતાના રહસ્યો શોધી કાઢવાનું વાચકો પર છોડી દીધું છે કારણ કે તેમના મત મુજબ આ રહસ્ય તો જ વધુ કારગર સાબિત થઈ શકે જો વાચક ખરેખર તેને પ્રાપ્ત કરવા માટે તત્પર હોય. ૭૦ વર્ષ પછી આજે પણ થિંક એન્ડ ગ્રો રિચ નેપોલિયન હિલનું સૌથી વધું વેચાતું પુસ્તક છે. બિઝનેસ વીકના બેસ્ટ સેલર લિસ્ટમાં આ ૬ઠું સૌથી વધું વેચાતું પેપરબેક વેપારસંબંધી પુસ્તક છે. આ પુસ્તક જહોન સી. મેક્સવેલની લાઇફટાઇમ મસ્ટ રીડ બુક્સ લિસ્ટ (જીવનપર્યંત વાંચવાયોગ્ય પુસ્તકોની યાદી) માં પણ સામેલ છે.

question

હીલના જીવનમાં એન્ડ્રુ કાર્નેગી સાથેની મુલાકાત કેવી રીતે સફળતા ખેંચી લાવી? જવાબ આપવા માટે આપેલા લેખનો ઉપયોગ કરો.

answer

લેખમાં આપેલી માહિતી અનુસાર હિલની જિંદગીમાં તે સમયના સ્કોટ્ટીશ-અમેરિકન ઉદ્યોગપતિ , મોટા દાનેશ્વરી અને સૌથી પ્રભાવશાળીઓમાંના એક એવા એન્ડ્રુ કાર્નેગીના ઇન્ટર્વ્યૂ પછી અત્યંત મહત્વનો વળાંક આવ્યો. એન્ડ્રુ કાર્નેગી સાથેની મુલાકાતથી હિલને એ જાણવા મળ્યું કે સફળતા પ્રાપ્ત કરવાની પ્રક્રિયા સરળ સૂત્રમાં રજૂ કરી શકાય છે અને તેને અનુસરીને કોઈ પણ વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરી શકે છે.

ત્યારપછી એન્ડ્રુ કાર્નેગીએ હિલને તે સમયના ૫૦૦ જેટલા સફળ અને ધનવાન વ્યક્તિઓના ઇન્ટર્વ્યૂ અને અભ્યાસ દ્વારા સફળતા સંબંધિત રહસ્યોને એક સરળ સૂત્ર સ્વરૂપે પ્રકાશિત કરવાનું કામ સોંપ્યું. એન્ડ્રુ કાર્નેગીના પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ પ્રયાસો થકી હિલ હેનરી ફોર્ડ, એડવિન બાર્ન્સ, એલેકઝાન્ડર ગ્રેહામ બેલ, એલ્મર ગેટ્સ, થોમસ એડિસન, લ્યૂથર બર્બેંક, વૂડરો વિલ્સન અને ફ્રેન્ક્લિન રૂઝવેલ્ટ જેવા અનેક સફળ વ્યક્તિઓને મળ્યો.

આ બધા સહીત બીજા અનેક સફળ વ્યક્તિઓના જીવન થકી હીલે અત્યાર સુધીની સૌથી સફળ પુસ્તકો પૈકીની એક થિંક એન્ડ ગ્રો રિચ લખી. ૭૦ વર્ષ પછી આજે પણ થિંક એન્ડ ગ્રો રિચ નેપોલિયન હિલનું સૌથી વધુ વેચાતું પુસ્તક છે. બિઝનેસ વીકના બેસ્ટ સેલર લિસ્ટમાં આ છઠું સૌથી વધું વેચાતું પેપરબેક વેપારસંબંધી પુસ્તક છે. આ પુસ્તક જહોન સી. મેક્સવેલની લાઇફટાઇમ મસ્ટ રીડ બુક્સ લિસ્ટમાં પણ સામેલ છે.

આ પરથી આપણે સમજી શકીએ કે હીલના જીવનમાં એન્ડ્રુ કાર્નેગી સાથેની મુલાકાત સફળતાના પ્રવાસનું પ્રથમ પગથિયું સાબિત થઇ.

context

પાણીપૂરી કે પકોડીપૂરી આ સિવાય અન્ય નામો ગોલ ગપ્પા (ઉત્તર ભારત), પુચકા (બંગાળી), બતાશા કે ગુપ ચુપ(ઉડિયા) એ ભારતીય ઉપમહાદ્વીપમાં ગલીએ ગલીએ મળતો એક નાસ્તો છે. આમાં એક ગોળ ઉપસેલી પોકળ તળીને કરકરી બનાવેલ પૂરી હોય છે જેમાં કાણું પાડી, ફુદીનાનું મસાલેદાર પાણી, ચણા-બટેટાં (અને ક્યારે ચણાને બદલે વટાણા) ભરીને ખવાય છે. મોઢામાં બરાબર રહી જાય તેવી નાનકડી હોય છે.

પાણીપૂરી નામ આ વાનગીમાં વપરાતા મસાલેદાર પાણી અને પૂરી નામના ઘટક પરથી ઉતરી આવ્યું છે. ગોલ ગપ્પા નામ ગોળ આકારની કરકરી પુરી (ગોલ) અને એક જ કોળીય ખવાતી હોવાથી (ગપ્પા)એમ તરી આવ્યું છે. આને ખાતા પુચક કરીને અવાજ આવતો હોવાથી આને બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પુચકા તરીકે પણ ઓળખાય છે. આને ઓરિસ્સા, દક્ષિણ ઝારખંડ, બિહાર અને છત્તીસગઢમાં તે ગુપચુપ તરીકે પણ ઓળખાય છે.

પાણીપૂરીનું ઉદગમ ભારતનું ઉત્તર પ્રદેશ રાજ્ય છે. સાહિત્યિક પુરાવા પરથી એમ જણાય છે કે તે બનારસની આસપાસના ક્ષેત્રમાં આ વાનગી ઉદ્ગમ પામી હશે. ગોલ ગપ્પા નામનું એક બાળ માસિક ૧૯૭૦થી દીલ્હીથી પ્રસિદ્ધ થાય છે. (અમુક છેલ્લાં દાયકાઓને બાદ કરતાં ગોલ ગપ્પા મુખ્યત્વે બાળકો દ્વારાજ ખવાતાં). ઉત્તરભારતથી વધેલા માનવ સ્થળાંતરને પરિણામે આ વાનગી આખા ભારતમાં પ્રસરી અને લોકપ્રિય બની. ઉત્તર ભારતમાં ચાટની વણઝારનો અંત પાણી પુરીથી કરાય છે જ્યારે ગુજરાતમાં ચાટ સાથે કે તે સીવાય પણ પાણીપૂરી એકલી જ નાસ્તામાં કે ક્યારેક ભરપેટ ખાવામાં આવે છે.

question

પાણીપુરી માટે આપેલી માહિતી અનુસાર કયો વિકલ્પ યોગ્ય નથી?

1. પાણીપૂરી નામ તેમાં વપરાતા મસાલેદાર પાણી અને પૂરી નામના ઘટક પરથી આપવામાં આવ્યું.

2. ગોલ ગપ્પા નામ ગોળ આકારની પુરી અને એક જ કોળીય ખવાતી હોવાથી ગપ્પા એમ કરીને આપવામાં આવ્યું.

3. પાણીપુરીની પુરી એકદમ પાતળી હોવાથી તેની નામ પુચકા તરીકે પણ આપવામાં આવ્યું.

જવાબ નીચે મુજબ આપો.

જવાબ: આપેલી માહિતીનું ધ્યાનથી અવલોકન કરતા એક વિકલ્પ જે અયોગ્ય જણાય છે તે ….

answer

જવાબ: આપેલી માહિતીનું ધ્યાનથી અવલોકન કરતા એક વિકલ્પ જે અયોગ્ય જણાય છે તે છે, “પાણીપુરીની પુરી એકદમ પાતળી હોવાથી તેની નામ પુચકા તરીકે પણ આપવામાં આવ્યું.“

context

એટલાન્ટિક મહાસાગર વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો મહાસાગર છે. તેનો કુલ જળવિસ્તાર ૧૦૬,૪૬૦,૦૦૦ ચોરસ કિમી છે, જે વિશ્વના કુલ ભૂવિસ્તારના ૨૦% અને જળવિસ્તારના ૨૯% છે. તે ઉત્તર અને દક્ષિણ અમેરિકાને યુરોપ અને આફ્રિકાથી જુદો કરે છે. તેની ઉત્તરે આર્કટિક મહાસાગર, દક્ષિણ-પશ્ચિમમાં પ્રશાંત મહાસાગર અને દક્ષિણ પૂર્વમાં હિંદ મહાસાગર આવેલા છે. ભૂમધ્ય સમુદ્ર, ઉત્તર સમુદ્ર, કેરેબિયન સમુદ્ર, કાળો સમુદ્ર, સારગોસા સમુદ્ર અને બાલ્ટીક સમુદ્ર એટલાન્ટિક મહાસાગરમાં આવેલા મુખ્ય સમુદ્રો છે.

સારગોસા સમુદ્રને કોઈ દેશ સાથે સીમા નથી પરંતુ, તે દરિયાઈ પ્રવાહોના હલનચલનથી ભેગા થયેલ દરિયાઈ ઘાસનો બનેલો છે જે તેના વિશિષ્ટ પર્યાવરણને કારણે જાણીતો છે. આ મહાસાગરને કિનારે આર્થિક રીતે ખુબજ વિકસેલ એવા કેનેડા, અમેરિકા, મેક્સિકો, આર્જેન્ટીના, બ્રાઝિલ, ઉરુગ્વે, યુકે, ફ્રાન્સ, રશિયા, ઇઝરાયેલ, મોરોક્કો, નાઇજીરિયા, દ.આફ્રિકા અને પોર્ટુગલ જેવા દેશો આવેલા છે.

એટલાન્ટિક મહાસાગરને કાંઠે કાસાબ્લાન્કા, લિસ્બન, રિકજાવીક, માયામિ, ન્યુયોર્ક, બોસ્ટન, હેલિફેક્સ, સેન્ટ જ્હોન, રિયો ડી જાનેરો, મોન્ટેવિડીયો, બ્યુઓનીસએરીસ, લાગોસ અને કેપટાઉન જેવા મોટા બંદરો આવેલા છે. એટલાન્ટિક મહાસાગરમાં વહેતા દરિયાઈ પ્રવાહોની નજીકના ભૂભાગોના વાતાવરણ પર ઘણી મોટી અસર છે. 'ગલ્ફ'નો ગરમ પ્રવાહ નોર્વેના કિનારાને શીયાળામાં હુંફાળો બનાવે છે, જયારે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ કેનેડાના પુર્વકાંઠાને ઠંડુ અને ધુમ્મસવાળું બનાવે છે.

question

આપેલી વિગત પરથી એટલાન્ટિક મહાસાગરની વિશાળતા સમજાવો.

જવાબ તરીકે આ વાક્યને આગળ વધારો: એટલાન્ટિક મહાસાગરની વિશાળતા….

answer

એટલાન્ટિક મહાસાગરની વિશાળતા એ પરથી સમજી શકાય કે તે વિશ્વના કુલ ભૂવિસ્તારના ૨૦% અને જળવિસ્તારના ૨૯% ભાગ ધરાવે છે. તે ઉપરાંત તે ઉત્તરે આર્કટિક મહાસાગર, દક્ષિણ-પશ્ચિમમાં પ્રશાંત મહાસાગર અને દક્ષિણ પૂર્વમાં હિંદ મહાસાગર સાથે સંપર્ક ધરાવે છે. એક મહાસાગર જેની આસપાસ બીજા વિશાળ મહાસાગર આવેલા હોય, તેના કિનારે વિશ્વના મોટા દેશો વસેલા હોય અને જેની અંદર બીજા અનેક મહાસાગર આવેલા હોય એ ચોક્કસ પણે અતિવિશાળ મહાસાગર હોય.

context

હિન્દુ ધર્મ

હિંદુ ધર્મ એશિયા ખંડનો બીજો સૌથી મોટો અને સૌથી જૂનો ધર્મ છે. 100 કરોડથી વધુ લોકો આ ધર્મનું પાલન કરે છે. વસ્તીની દ્રષ્ટિએ તે ભારત, નેપાળ અને બાલી ટાપુઓમાં બહુમતી ધર્મ છે. ભૂટાન, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, મ્યાનમાર, કેરેબિયન, મલેશિયા, સિંગાપોર અને શ્રીલંકામાં નોંધપાત્ર સંખ્યામાં હિન્દુઓ વસે છે.

જૈન ધર્મ

જૈન ધર્મ એ ભારતીય ધર્મ છે. જૈનો મોટાભાગે ભારતમાં રહે છે પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં જોવા મળે છે. [૯] ભારતની રાજકીય, આર્થિક અને નૈતિક લાક્ષણિકતાઓ પર જૈન ધર્મનો પ્રભાવ નોંધપાત્ર છે. ભારતમાં ધર્મોમાં સૌથી વધુ શિક્ષિત જૈનો છે. [૧૦] [૧૧] જૈન પુસ્તકાલયોને ભારતમાં સૌથી પ્રાચીન પુસ્તકાલયો ગણવામાં આવે છે. [૧૨] [૧૩] વર્તમાન મહાવીરના ઉપદેશો આ ધર્મના માર્ગદર્શક છે.

બૌદ્ધ ધર્મ

બૌદ્ધ ધર્મ એ વિશ્વનો ચોથો સૌથી મોટો ધર્મ છે અને એશિયાનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. ધર્મની શરૂઆત સિદ્ધાર્થ ગૌતમ દ્વારા કરવામાં આવી હતી. એશિયામાં 12% વસ્તી આ ધર્મને અનુસરે છે. તે ભૂટાન, મ્યાનમાર, કંબોડિયા, થાઈલેન્ડ, શ્રીલંકા, તિબેટ અને મંગોલિયામાં મુખ્ય ધર્મ છે. ચીન, તાઈવાન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને વિયેતનામમાં નોંધપાત્ર સંખ્યામાં બૌદ્ધો વસે છે.

શીખ ધર્મ

શીખ ધર્મ એ વિશ્વનો પાંચમો સૌથી મોટો ધર્મ છે. લગભગ ત્રણ કરોડ લોકો આ ધર્મનું પાલન કરે છે. તે 1500 માં ગુરુ નાનક દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે ભારતીય ઉપખંડના ઉત્તરીય ભાગ પંજાબમાં ઉદ્દભવ્યું હતું. શીખ નામ સંસ્કૃત શબ્દ પરથી આવ્યું છે જેનો અર્થ વિદ્યાર્થી (શીખ) થાય છે. તે ભારતમાં ચોથો સૌથી મોટો ધર્મ છે અને ભારતીય વસ્તીના 2% ની નીચેની વસ્તી ધરાવે છે. ભારત ઉપરાંત, શીખો કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, પૂર્વ આફ્રિકા અને મધ્ય પૂર્વમાં પણ વસે છે .

question

ઉપર આપેલા ધર્મ વિષેયક માહિતી પરથી કે યાદી બનાવો જેમાં દરેક ધર્મ ક્યાં દેશોમાં મુખ્યુત્વે જોવા મળે છે તે જણાવો.

answer

1. હિન્દુ ધર્મ: ભારત, નેપાળ, બાલી ટાપુ, ભૂટાન, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, મ્યાનમાર, કેરેબિયન, મલેશિયા, સિંગાપોર અને શ્રીલંકા

2. જૈન ધર્મ: ભારત

3. બૌદ્ધ ધર્મ: ભૂટાન, મ્યાનમાર, કંબોડિયા, થાઈલેન્ડ, શ્રીલંકા, તિબેટ, મંગોલિયા, ચીન, તાઈવાન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને વિયેતનામ

4. શીખ ધર્મ: ભારત, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, પૂર્વ આફ્રિકા અને મધ્ય પૂર્વ

context

મ્યુચ્યુઅલ ફંડ એ સામૂહિક રીતે રોકાણ કરવા માટેની વ્યાવસાયિક યોજના છે. જેમાં રોકાણકાર પાસેથી નાણા લઇ શેર, બોન્ડ્સ અને ટૂંકાગાળાના નાણા બજારના (money market) સાધનો અથવા અન્ય જામીનગીરી (securities)માં તેનું રોકાણ (invests) કરવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજર (fund manager) હોય છે જે લોકો પાસેથી એકત્ર કરેલા નાણાનું નિયમિત રીતે રોકાણ (trades) કરે છે. વર્તમાન સમયે, વિશ્વભરમાં મ્યુચ્યુઅલ ફંડની કુલ કિંમત 26 ટ્રિલીયન ડોલર કરતાં પણ વધુ છે.

શેરમાં રોકાણ કરવું એના કરતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે.દા.ત., ટ્રાન્ઝેક્શન ફી બધા જ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો વચ્ચે વહેંચાઈ જાય છે જેથી તેનો લાભ દરેક રોકાણકારને મળે છે. ત્રીજા પક્ષ(વ્યવસાયિક ફંડ મેનેજર)ની મદદ લઈને પણ રોકાણકાર ફાયદો મેળવી શકે છે. આ દ્વારા રોકાણકાર ત્રીજા પક્ષની કાબેલિયત, સમય અને સંશોધનનો લાભ લઈને રોકાણ કરે છે. જો કે આવા વ્યવસાયિક ફંડ મેનેજરોને લઈને વિવાદ પણ છે કે તેઓ ઈન્ડેક્ષ ફંડ કે પબ્લીક ઈન્ડેક્ષના શેરોની નકલ કરીને રોકાણ કરે છે. ઈન્ડેક્ષ સક્રિય રીતે મેનેજ થતા હોય કે નિષ્ક્રિય રીતે મ્યુચ્યુઅલ ફંડો જોખમથી મુક્ત તો નથી.શેરમાં

context

ભારતમાં નાણાકીય નિયમનનો ઈતિહાસ 19મી સદીની શરૂઆતમાં શોધી શકાય છે જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1806માં બેંક ઓફ બંગાળની સ્થાપના કરી હતી. સમય જતાં, અન્ય બેંકોની સ્થાપના કરવામાં આવી, જેમાં 1840માં બેંક ઓફ બોમ્બે અને 1843માં બેંક ઓફ મદ્રાસનો સમાવેશ થાય છે, જે સામૂહિક રીતે પ્રેસિડેન્સી બેંકો તરીકે ઓળખાય છે.

1921માં, ત્રણ પ્રેસિડેન્સી બેંકોનું વિલીનીકરણ કરીને ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયાની રચના કરવામાં આવી, જેનું પછીથી રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને 1955માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરીકે નામ આપવામાં આવ્યું ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના 1935 માં દેશની કેન્દ્રીય બેંક તરીકે કરવામાં આવી હતી, જેનો હેતુ દેશની ચલણ અને ધિરાણ પ્રણાલીને નિયંત્રિત કરવા અને તેના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.

1947 માં ભારતને આઝાદી મળ્યા પછી, સરકારે નાણાકીય ક્ષેત્રના નિયમન માટે ઘણા પગલાં લીધાં. 1949 માં, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ પસાર કરવામાં આવ્યો, જેણે ભારતીય રિઝર્વ બેંકને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની કામગીરી પર વધુ નિયંત્રણ આપ્યું. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ની સ્થાપના 1988 માં સિક્યોરિટી બજારોનું નિયમન કરવા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે કરવામાં આવી હતી.

1990 ના દાયકામાં, ભારતે આર્થિક ઉદારીકરણ અને સુધારાનો કાર્યક્રમ શરૂ કર્યો, જેમાં નાણાકીય ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફારોનો સમાવેશ થાય છે. નાણાકીય ક્ષેત્રની સ્થિતિની તપાસ કરવા અને તેના સુધારા માટે ભલામણો કરવા માટે 1991માં નરસિંહમ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. સમિતિની ભલામણોના આધારે, નાણાકીય ક્ષેત્રને ઉદાર બનાવવા અને સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા હતા.

1993 માં, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એક્ટ પસાર કરવામાં આવ્યો હતો, જેણે સેબીને સિક્યોરિટીઝ બજારોનું નિયમન કરવાની વૈધાનિક સત્તાઓ આપી હતી. 1997 માં, વીમા ક્ષેત્રના નિયમન માટે વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDA) ની સ્થાપના કરવામાં આવી હતી. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) ની સ્થાપના 2003 માં પેન્શન ક્ષેત્રના નિયમન માટે કરવામાં આવી હતી.

question

આપણી માહિતી પરથી એક કોષ્ઠક બનાવો જેને ત્રણ ભાગમાં વહેંચો. પ્રથમ ભાગમાં નાણાકીય નિયમનના ઇતિહાસ પરથી ચોક્કસ વર્ષ દર્શાવો. બીજા ભાગમાં તે વર્ષમાં શું બનાવ બન્યો અથવા કયો સુધારો થયો તે જણાવો. ત્રીજા ભાગમાં તે સુધારો શા માટે કરવામાં આવ્યો અથવા તે સુધારા થકી ક્યાં પગલાં લેવામાં આવ્યા તે જણાવો. જો કોઈ ચોક્કસ વર્ષ માટે કોઈ વિગત ના આપેલી હોય તો ‘-’ મૂકી શકાય.

answer

|વર્ષ |બનાવ/ સુધારો |કારણ/ પગલાં |

|-------------|-------------|-------------|

|1806 |બેંક ઓફ બંગાળની સ્થાપના |- |

|1840 |બેંક ઓફ બોમ્બેની સ્થાપના |- |

|1843 |બેંક ઓફ મદ્રાસની સ્થાપના |- |

|1921 |ત્રણ પ્રેસિડેન્સી બેંકોનું વિલીનીકરણ કરીને ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયાની રચના |- |

|1955 |રાષ્ટ્રીયકરણ થકી ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયાને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નામ આપવામાં આવ્યું.|- |

|1949 |બેંકિંગ રેગ્યુલેશન એક્ટ પસાર કરવામાં આવ્યો |ભારતીય રિઝર્વ બેંકને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની કામગીરી પર વધુ નિયંત્રણ આપવાના હેતુથી|

|1988 |સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ની સ્થાપના |સિક્યોરિટી બજારોનું નિયમન કરવા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે |

|1990 ના દાયકો|આર્થિક ઉદારીકરણ અને સુધારાનો કાર્યક્રમ |નાણાકીય ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફારોનો સમાવેશ |

|1993 |સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એક્ટ |સેબીને સિક્યોરિટીઝ બજારોનું નિયમન કરવાની વૈધાનિક સત્તાઓ અપાઈ |

|1997 |વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDA) ની સ્થાપના |વીમા ક્ષેત્રના નિયમન માટે |

|2003 |પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) ની સ્થાપના |પેન્શન ક્ષેત્રના નિયમન માટે |

CHANGE VIEW

Simplified View

JSON View

ATTRIBUTES

idfb_gu_8213
languageGujarati
domainFinance
prompt_typeInstructive
question_typeDirect
complexityMedium
answer_typeShort Phrase
rich_textTable
reference_linkLink

Dataset Details

Details Headline

Dataset type

Closed Ended Question Answer Dataset

Volume

5000+

Media type

Text

Language

Gujarati

Domain

science, history, technology,...more

File Details

Details Headline

Format

JSON, CSV

Annotation

Yes

Schema Element

unique_id, context_text,...more

Download data Sample

Download a free sample of this dataset to get more clarity about this set! OR get in touch with one of our expert to get hands on experience 📨

Download Free Dataset

Download Btn
Promp Bg

Need datasets for a specific AI/ML use case? Don’t worry, we’ve got you covered! 👍

Contact Us

Arrow BtnArrow Btn Black
Promp 2 Bg